બિલ્ડર્સ માટે કન્સ્ટ્રક્શન પ્રોગ્રેસ ટ્રેકિંગ દરેક ફ્લેટ. દરેક સ્ટેજ. એક જ લાઇવ રેકોર્ડ.

SitePulse WhatsApp ગ્રુપ અને Excel શીટની જગ્યાએ કન્સ્ટ્રક્શન પ્રોગ્રેસનો એક જ રેકોર્ડ આપે છે. સાઇટ પરથી દરેક સ્ટેપ ફોટો સાથે અપડેટ થાય, એટલે ઑફિસ, સાઇટ ટીમ અને તમારા ગ્રાહકો બધા એક જ આંકડો જુએ.

✓ ઑફલાઇન અપડેટ સિંક થયું 📷 ફોટો એડ થયો
બિલ્ડર્સ કેમ બદલે છે

ગ્રુપ ચેટથી એક જ રેકોર્ડ સુધી.

આજે મોટા ભાગની સાઇટ WhatsApp અને Excel પર ચાલે છે. જુઓ શું બદલાય છે.

આજે
SitePulse સાથે
ફોટા અને અપડેટ અલગ અલગ ગ્રુપમાં વેરવિખેર, પછી શોધવા જાઓ તો મળે નહીં.
દરેક ફ્લેટના દરેક સ્ટેપનું એક અપડેટ, એના ફોટા સાથે, એક જ જગ્યાએ.
સાઇટ કહે 70% થયું, ઑફિસની શીટ કહે 55%, અને સાચું કોણ એ કોઈને ખબર નથી.
સ્ટેજ, વિંગ અને માળ પ્રમાણે એક જ લાઇવ આંકડો, જે બધા જુએ.
સાઇટના પુરાવા ચેટ હિસ્ટરીમાં દટાઈ જાય, કે ફોન રીસેટ થાય એ દિવસે ગાયબ.
દરેક અપડેટ સાથે એનો ફોટો, ટાઇમ અને કોણે કર્યું એ સચવાય.
સ્ટેટસ આગળ-પાછળ બદલાતું રહે, અને શું બદલાયું એનો કોઈ રેકોર્ડ નહીં.
સ્ટેટસ ફક્ત આગળ જ વધે. સુધારો કરો તો એ પણ નોંધાય, છાનુંમાનું કંઈ નહીં.
ઉપરના માળે નેટવર્ક નથી, એટલે અપડેટ સાંજ સુધી અટકે.
ઑફલાઇન પણ ચાલે. અપડેટ ફોનમાં સચવાય અને નેટવર્ક આવે એટલે સિંક થઈ જાય.
ગ્રાહકો દર અઠવાડિયે ફોન કરીને પૂછે કે ફ્લેટ ક્યાં સુધી પહોંચ્યો.
PIN વાળી લિંકથી દરેક ગ્રાહકને ફક્ત પોતાનો ફ્લેટ દેખાય, બીજું કંઈ નહીં.
એક રેકોર્ડ, ત્રણ વ્યૂ

બધા એક જ આંકડો જુએ. દરેકને પોતાનો ભાગ દેખાય.

ઑફિસ, સાઇટ અને તમારા ગ્રાહકો એક જ રેકોર્ડ જુએ છે, દરેક પોતાના માટે બનેલી સ્ક્રીન પર.

ઑફિસ

માલિક, એડમિન, પ્રોજેક્ટ મેનેજર

  • દરેક પ્રોજેક્ટ, વિંગ, માળ અને ફ્લેટ, લાઇવ
  • દરેક ફ્લેટ પર ફિલ્ટર, ફોટાની સંખ્યા અને MEP ફાઇલ
  • નોંધાયેલા પ્રોગ્રેસ પરથી કોન્ટ્રાક્ટરના RA બિલ

સાઇટ

સુપરવાઇઝર, સાઇટ એન્જિનિયર

  • આજનું કામ, ગુજરાતી, હિન્દી કે English માં
  • સ્ટેપ માર્ક કરો, ફોટો એડ કરો, પત્યું. બસ બે ટૅપ.
  • ઑફલાઇન ચાલે અને નેટવર્ક આવે એટલે સિંક થાય

ગ્રાહક

પઝેશનની રાહ જોતા ગ્રાહકો

  • WhatsApp પર એક લિંક અને PIN
  • ફક્ત પોતાના ફ્લેટનો પ્રોગ્રેસ, બીજું કંઈ નહીં
  • પઝેશન સુધી, કે તમે બંધ કરો ત્યાં સુધી
પ્રોડક્ટ

એક રેકોર્ડ, બે સ્ક્રીન.

ઑફિસ દરેક સ્ટેજ પર દરેક ફ્લેટ જુએ. સાઇટ ટીમ આજનું કામ જુએ. આંકડા એક જ, વચ્ચે કોઈ સ્પ્રેડશીટ નહીં.

ઑફિસ, એક નજરમાં

સ્ટેજ પસંદ કરો અને જુઓ કે દરેક ફ્લેટ એમાં ક્યાં છે, વિંગ અને માળ પ્રમાણે: કમ્પ્લીટ, ચાલુ કે બાકી. અત્યારે ચાલુ કામનું ફિલ્ટર કરો, સેંકડો ફ્લેટમાંથી એક શોધો, અને કોઈ પણ ફ્લેટ ઓપન કરીને એના ફોટા અને હિસ્ટરી જુઓ.

  • સ્ટેજ, વિંગ અને માળ પ્રમાણે લાઇવ આંકડા
  • દરેક ફ્લેટ પર ફોટાની સંખ્યા
  • સાઇટ પ્રોગ્રેસની સાથે MEP ફાઇલ પણ
SitePulse વેબ પોર્ટલ, પ્લાસ્ટર સ્ટેજ: 72 માંથી 41 ફ્લેટ કમ્પ્લીટ, વિંગ A ના ફ્લેટ માળ પ્રમાણે ગોઠવેલા અને સ્ટેટસ પ્રમાણે કલરમાં

Skyline Residency પર પ્લાસ્ટર: વિંગ અને માળ પ્રમાણે દરેક ફ્લેટ, ફોટાની સંખ્યા સાથે.

સાઇટ, બે ટૅપમાં

સુપરવાઇઝર જે ફ્લેટમાં ઊભા હોય એ ઓપન કરે, સ્ટેપ માર્ક કરે, ફોટો એડ કરે અને આગળ વધે, નેટ હોય કે ન હોય. હોમ પર દેખાય કે શું ચાલુ છે, આજે શું પત્યું અને શેમાં બહુ વાર લાગે છે, એ પણ એમની પોતાની ભાષામાં.

  • ઑફલાઇન ચાલે; નેટવર્ક આવે એટલે સિંક
  • સ્ટેટસ ફક્ત આગળ વધે, છાનો ફેરફાર નહીં
  • ગુજરાતી, હિન્દી અને English
એપનું હોમ ગુજરાતીમાં: આ સાઇટના આંકડા, પછી ચાલુ સ્ટેપ
આજનું કામ, આંકડામાં
ફ્લેટ A-301 ની સ્ક્રીન ગુજરાતીમાં: 33% કામ પૂરું, દરેક સ્ટેપ પર શરૂ નથી, ચાલુ કે પૂર્ણ
એક ફ્લેટના બધા સ્ટેપ
પ્લાસ્ટર સ્ટેપની સ્ક્રીન: 72 માંથી 23 ફ્લેટ બાકી, દરેક ફ્લેટનું સ્ટેટસ
એક સ્ટેપ પર બધા ફ્લેટ
એ જ હોમ સ્ક્રીન English માં
એ જ સ્ક્રીન, English માં
તમને શું મળે

સાઇટ જે રીતે ખરેખર ચાલે છે, એ માટે બનાવેલું.

કામના એ ભાગ, જે ચેટ અને સ્પ્રેડશીટમાં ક્યારેય બરાબર ન સચવાયા.

બિલ્ડિંગ નહીં, દરેક ફ્લેટનું ટ્રેકિંગ

દરેક સ્ટેજ, એકે-એક ફ્લેટ સુધી. સ્લેબ અને કોલમ જેવું માળનું કામ માળ દીઠ એક જ વાર ગણાય, એટલે કંઈ બે વાર ગણાતું નથી.

દરેક અપડેટ સાથે પુરાવો

સ્ટેટસ બદલાય ત્યારે દર વખતે સાથે ફોટો અને નોટ. હિસ્ટરી જ પુરાવો છે, કોઈની યાદશક્તિ નહીં.

સ્ટેટસમાં કોઈ ગોલમાલ નહીં

ફક્ત આગળ જ. સુધારો પોતે એક અલગ નોંધ બને, ફોટો અને નોટ સાથે, હિસ્ટરીમાં છાનો ફેરફાર ક્યારેય નહીં.

ઑફલાઇન ચાલતી સાઇટ એપ

અપડેટ ફોનમાં સચવાય અને નેટવર્ક આવતાં જ સિંક થઈ જાય. સાંજે યાદ કરી કરીને ભરવાની જરૂર નહીં.

સાઇટની પોતાની ભાષામાં

ગુજરાતી, હિન્દી અને English, એ જ શબ્દોમાં જે સાઇટ પર ખરેખર બોલાય છે, ચોપડીની ભાષામાં નહીં.

ગ્રાહકને માહિતી, તમને ફોનમાંથી છુટકારો

PIN વાળી લિંકથી ગ્રાહક પોતાના ફ્લેટનો પ્રોગ્રેસ જાતે જુએ, એટલે દર અઠવાડિયાના "શું સ્ટેટસ છે?" વાળા ફોન બંધ.

સેટઅપથી હેન્ડઓવર સુધી

કેવી રીતે ચાલે છે

ચાર સ્ટેપ, અને સાચો આંકડો ક્યારેય થોડી મિનિટથી જૂનો નહીં.

01

તમારો પ્રોજેક્ટ સેટ કરો

વિંગ, માળ, ફ્લેટ અને જે સ્ટેજ ટ્રેક કરો એ, એક વાર સેટ કરો અને પછીના દરેક ટાવરમાં ફરી વાપરો.

02

સુપરવાઇઝર સાઇટ પરથી અપડેટ કરે

એક સ્ટેજ, એક ફોટો, એક ફ્લેટ. બે ટૅપ, નેટ હોય કે ન હોય.

03

પ્રોગ્રેસ લાઇવ ગણાય

એડમિન અને PM સાચો આંકડો જુએ, વિંગ, માળ કે ફ્લેટ પ્રમાણે, થાય એ જ વખતે.

04

ગ્રાહક પોતાનો ફ્લેટ જુએ

આખી સાઇટ નહીં. લિંક શેર કરો એટલે ગ્રાહક પોતાનો પ્રોગ્રેસ જુએ, અને શું અને ક્યાં સુધી દેખાય એ તમે નક્કી કરો.

લાઇવ જુઓ

એક અપડેટ. બધાને દેખાય.

સુપરવાઇઝર ફ્લેટ A-302 માં પ્લાસ્ટર કમ્પ્લીટ માર્ક કરે. ઑફિસનો આંકડો વધે અને ગ્રાહકની લિંકમાં પણ દેખાય, બધું એક જ રેકોર્ડમાંથી.

દાખલો: સાઇટ પર સુપરવાઇઝર ફ્લેટ A-302 માં પ્લાસ્ટરને પૂર્ણ કરે અને ફોટો ઉમેરે. ઑફિસની વેબ એપમાં ફ્લેટ A-302 લીલો થાય અને પ્લાસ્ટરનો આંકડો 72 માંથી 41 થી 42 ફ્લેટ થાય. ગ્રાહકની પ્રાઇવેટ લિંક પર પ્લાસ્ટર આજે કમ્પ્લીટ દેખાય અને ફ્લેટમાં 5 માંથી 2 ને બદલે 3 કામ કમ્પ્લીટ થાય.

દરેક બિલ્ડર માટે અલગ

દરેક બિલ્ડરનો પોતાનો તાળાબંધ રૂમ.

તમારા પ્રોજેક્ટ, તમારો ડેટા, ફક્ત તમારી ટીમ. એક બિલ્ડરનો ડેટા બીજા સુધી પહોંચી જ ન શકે, ફક્ત નિયમથી નહીં, સિસ્ટમની રચનાથી.

  • દરેક બિલ્ડરનો ડેટા અને ફાઇલ અલગ સ્ટોરેજમાં
  • રોલ પ્રમાણે પરમિશન, કોઈ શોર્ટકટ નહીં
  • દરેક સ્ટેટસ ફેરફારનો પૂરો ઓડિટ લોગ
પ્લાન

ભાવ પ્રોજેક્ટ પ્રમાણે, માણસ પ્રમાણે નહીં.

જેટલી સાઇટ ચાલે છે એટલાના જ પૈસા. તમારી આખી ટીમ અને જે ગ્રાહકને લિંક મોકલો એ બધા એમાં જ આવી જાય.

SitePulse 14 દિવસ ફ્રી ટ્રાય કરો. કોઈ પેમેન્ટ નહીં: 1 પ્રોજેક્ટ, 10 ટીમ મેમ્બર અને 2 GB. તૈયાર હો ત્યારે પ્લાન પસંદ કરો.

Starter

એક સાઇટ ચાલતી હોય એવા બિલ્ડર માટે.

₹24,999 / વર્ષ + GST ₹2,499 / મહિનો + GST

₹29,499 દર વર્ષે, 18% GST સાથે ₹2,949 દર મહિને, 18% GST સાથે

  • 1 ચાલુ પ્રોજેક્ટ
  • 15 ટીમ મેમ્બર
  • 20 GB ફોટો અને ફાઇલ માટે
ફ્રી ટ્રાયલ શરૂ કરો

Pro

ઘણી સાઇટ અને મોટી ટીમ વાળા બિલ્ડર માટે.

₹1,19,999 / વર્ષ + GST ₹11,999 / મહિનો + GST

₹1,41,599 દર વર્ષે, 18% GST સાથે ₹14,159 દર મહિને, 18% GST સાથે

  • 8 ચાલુ પ્રોજેક્ટ
  • 100 ટીમ મેમ્બર
  • 150 GB ફોટો અને ફાઇલ માટે
ફ્રી ટ્રાયલ શરૂ કરો

Enterprise

8 થી વધુ પ્રોજેક્ટ, ટાઉનશિપ, કે તમારું પોતાનું સેટઅપ? ભાવ તમારી સાથે બેસીને નક્કી કરીશું.

અમારી સાથે વાત કરો

દરેક પ્લાનમાં મળે

  • નેટ વગર પણ ચાલતી સુપરવાઇઝર એપ
  • દરેક અપડેટ સાથે ફોટો
  • ગ્રાહક માટે PIN વાળી પ્રોગ્રેસ લિંક
  • કોન્ટ્રાક્ટરના RA બિલ
  • દરેક ફેરફારનો પૂરો રેકોર્ડ
  • ગુજરાતી, હિન્દી અને English

ભાવ રૂપિયામાં છે, 18% GST અલગ. પૂરા થયેલા પ્રોજેક્ટ આર્કાઇવ કરો તો ફ્રી, અને જોઈ શકાય. ગ્રાહકો ક્યારેય ટીમ મેમ્બરમાં ગણાતા નથી.

તમારા સવાલ, અમારા જવાબ

વારંવાર પૂછાતા સવાલ

ના. સુપરવાઇઝર ઇન્ટરનેટ વગર પણ સ્ટેજ અપડેટ કરી શકે અને ફોટો એડ કરી શકે. બધું ફોનમાં સચવાય અને નેટવર્ક આવે એટલે આપોઆપ સિંક થઈ જાય.

ના. ગ્રાહકની લિંક પર ફક્ત એમના ફ્લેટનો પ્રોગ્રેસ દેખાય. સ્ટાફના નામ, અંદરની નોટ અને MEP ની વિગત ક્યારેય દેખાતી નથી.

સ્ટેટસ ફક્ત આગળ વધે છે. સુધારો એક અલગ, ચોખ્ખી દેખાતી નોંધ તરીકે સચવાય, એના પોતાના ફોટો અને નોટ સાથે. હિસ્ટરીમાં છાનો ફેરફાર ક્યારેય નહીં.

હા. દરેક બિલ્ડરના પ્રોજેક્ટ, ફાઇલ અને યુઝર ડેટાબેઝ અને સ્ટોરેજ લેવલ પર અલગ રહે છે, ફક્ત એપના ચેકથી નહીં.

અત્યારે ગુજરાતી, હિન્દી અને English, એ જ રીતે લખેલું જેમ સાઇટ ટીમ ખરેખર બોલે છે, ચોપડીની ભાષામાં નહીં.

તમારા પ્રોજેક્ટ, ફોટો અને ટીમ બધું જેમ છે એમ જ રહે. કામ ચાલુ રાખવા પ્લાન પસંદ કરો. ત્યાં સુધી એકાઉન્ટ થોભાવેલું રહે, કંઈ ડિલીટ નથી થતું.

ના. ભાવ પ્રોજેક્ટ પ્રમાણે છે, અને દરેક પ્લાનમાં નક્કી કરેલા ટીમ મેમ્બર આવી જાય. ફ્લેટની પ્રોગ્રેસ લિંક જોતા ગ્રાહકો ક્યારેય ગણાતા નથી.

સુરતમાં BlackBugs Technologies એ બનાવેલું: 5+ વર્ષ અને 50+ પ્રોજેક્ટનો અનુભવ ધરાવતી સોફ્ટવેર ટીમ. ચાલુ રેસિડેન્શિયલ સાઇટ પર, રોજ વાપરતા સુપરવાઇઝર સાથે મળીને ઘડાયેલું.

તમારા પોતાના પ્રોજેક્ટ પર જુઓ.

તમારા કોઈ એક પ્રોજેક્ટ વિશે જણાવો, અમે SitePulse એના પર જ ચલાવીને બતાવીશું, કોઈ સેમ્પલ પર નહીં.

  • ડેમો માટે કોઈ કાર્ડની જરૂર નથી
  • એક કામકાજના દિવસમાં જવાબ આપીએ છીએ

ઇમેલ ગમે? અહીં લખો: hello@sitepulse.in